કેન્દ્ર સરકારે ગઈ કાલે એક લોલીપોપ જેવી જાહેરાત કરી જે મુજબ ભારતના દરેક કુટુંબને એક મોબાઈલ ફોન અને સાથે ૨૦૦ રૂપિયાનો મસ્કો એટલે કે બેલેન્સ પણ આપવામાં આવશે, પણ આપણી આ આંખ વાળી આંધળી સરકારને એ કેમ નથી દેખાતું કે આજે પણ ભારતમાં ૭૦ ટકા એવા લોકો છે કે જ્યાં ટોઇલેટની સુવિધા જ નથી જી હા આ એક એવી વાસ્તાવિકા છે કે જેનાથી ખુદ સરકાર પણ પરિચિત હોવા છતાં આંખ આડા કાન કરી રહી છે પણ સામે વિરોધપક્ષ પણ સાંત બની તમાશો જોઈ રહ્યો છે. જો કે વિરોધ પક્ષ તેના આંતરિક પ્રશ્નોમાં જ એટલો અટવાયેલો રહે છે કે તેને પ્રજાના પ્રશ્નો નથી દેખાતા.
ઉપર જણાવેલા આંકડા મારા પોતાના ખિસ્સામાંથી નથી કાઢ્યા પણ ખુદ કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે. જી હા! સેન્સેસ ૨૦૧૧ માં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે કે આજે પણ ભારતની ગ્રામીણ જનતામાંથી ૪૭.૯ ટકા લોકો મોબાઈલ ધરાવે છે જેની સામે લેટ્રિનની સુવિધા માત્ર ૩૦.૭ ટકા જ છે જ્યારે શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં મોબાઈલ કરતા લેટ્રિનનું પ્રમાણ વધુ છે. ભારતનાં શહેરી વિસ્તારોમાં ૬૪.૩ ટકા લોકો મોબાઈલ ધરાવે છે જેની સામે લેટ્રીનનું પ્રમાણ ૮૧.૪ ટકા છે. શહેરી આંકડા જોતા એવું લાગે છે કે શહેરોમાં ટોઇલેટનું પ્રમાણ વધી રહ્યું છે જ્યારે ગ્રામીણ વિસ્તારમાં મોબાઈલનું પ્રમાણ વધી રહ્યું છે તેમ છતાં સરકાર મોબાઈલ ને મહત્વ આપીને આ ટકાવારીને વધારી રહી છે. બોલો કેટલું યોગ્ય છે ?

No comments:
Post a Comment